Weekly Gold Prices : સોનાના ભાવો સતત વધારો દર્શાવી રહ્યા છે અને બજારમાં તેજી યથાવત છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશભરમાં 24 કેરેટ સોનાના દરમાં ₹2120નો ઉછાળો આવ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹1950નો વધારો નોંધાયો છે. ગુજરાતમા લગ્ન શરુ થઇ ગયા છે, માર્કેટમાં તેજીભરી ખરીદીના પગલે, 1 ફેબ્રુઆરી (શનીવાર)ના રોજ 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2120નો વધારો થયો અને ઈતિહાસમાં પ્રથમવાર ₹84540 પ્રતિ 10 ગ્રામનો આંક પહોંચ્યો.
હાલના ભાવોની વાત કરીએ તો, આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાની કિંમતો ₹100 થી ₹300 સુધી વધારો થયો છે. ગઈકાલે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹84,380 હતો, જ્યારે આજે તેની કિંમત આશરે ₹84,540 થઈ ગઈ છે. સવારથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે, ચાલો છેલ્લા 7 દિવસમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ જાણીએ.
આ પણ વાંચો : ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો! જાણો નવા ભાવ
22 કેરેટ અને 24 કેરેટ સોનાના 7 દિવસના ભાવ
અહી, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના છેલ્લા 7 દિવસના તારીખ મુજબ ભાવ નીચે ટેબલમાં 1 0 ગ્રામ પ્રમાણે આપેલ છે.
તારીખ | 24 કેરેટ સોનું | 22 કેરેટ સોનું |
---|---|---|
02/02/2025 | ₹ 84540 | ₹ 77500 |
01/02/2025 | ₹ 84540 | ₹ 77500 |
31/01/2025 | ₹ 84380 | ₹ 77350 |
30/01/2025 | ₹ 83020 | ₹ 76100 |
29/01/2025 | ₹ 82850 | ₹ 75950 |
28/01/2025 | ₹ 81930 | ₹ 75100 |
27/01/2025 | ₹ 82250 | ₹ 75400 |
26/01/2025 | ₹ 82420 | ₹ 75550 |
ગુજરાતના વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ । Todays Gold Prices In Gujarat
ગુજરાતના વિવિધ શહેરોમાં આજના સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે નીચે ટેબલમાં આપેલા છે:
શહેર | 24 કેરેટ | 22 કેરેટ |
---|---|---|
અમદાવાદ | ₹84540 | ₹77350 |
અમરેલી | ₹84380 | ₹77359 |
આણંદ | ₹84530 | ₹77350 |
બનાસકાંઠા | ₹84545 | ₹77355 |
ભરૂચ | ₹84543 | ₹77350 |
ભાવનગર | ₹84533 | ₹77354 |
દાહોદ | ₹84543 | ₹77350 |
ગાંધી નગર | ₹84543 | ₹77351 |
જામનગર | ₹84540 | ₹77310 |
જૂનાગઢ | ₹84543 | ₹77320 |
કચ્છ | ₹84543 | ₹77330 |
ખેડા | ₹84542 | ₹77353 |
મહેસાણા | ₹84522 | ₹77330 |
નર્મદા | ₹84498 | ₹77355 |
નવસારી | ₹84549 | ₹77450 |
પંચમહાલ | ₹84540 | ₹77320 |
પાટણ | ₹84541 | ₹77300 |
પોરબંદર | ₹84545 | ₹78,000 |
રાજકોટ | ₹84532 | ₹78,300 |
સાબરકાંઠા | ₹84523 | ₹77,800 |
સુરત | ₹84488 | ₹78,500 |
સુરેન્દ્રનગર | ₹84548 | ₹78,100 |
તાપી | ₹84547 | ₹77,700 |
ડાંગ | ₹84546 | ₹77,900 |
સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
Weekly Gold Prices : ભારતમાં સોનાની કિંમતનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, રૂપિયા અને ડોલરના વિનિમય દર, આયાત શુલ્ક, દેશની માંગ અને પુરવઠા જેવા પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ભારતમાં સોનાના ભાવ પર વૈશ્વિક બજારની પણ અસર પડે છે. જયારે ભારતમાં લગ્ન સિઝન કે તહેવારોનો સમય હોય ત્યારે સોનાની માંગ વધવાને કારણે ભાવ વધે છે. ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન (IBJA) ભારતમાં દરરોજના સોનાના ભાવ નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ખાસ નોંધ : આ પોસ્ટમાં સમાવિષ્ટ માહિતી ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. આ ભાવ Upstox વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. આ ભાવમાં ફેરફાર થઈ શકે છે. સોનાની કિંમત સાથે મેકિંગ ચાર્જ અને ટેક્સના લીધે બજારભાવ અલગ પણ હોઈ શકે છે. અમે અહીં કોઈપણ પ્રકારની ખરીદ-વેચાણ સલાહ કે ટીપ્સ આપતા નથી.